જેનો ઉકેલ સોમવાર સુધીમાં આવી જશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે બાકી રહેલી 10 બેઠકો માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ તબક્કાવાર ટીકિટ ફાળવણી કરશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ પૂર્વ, પોરબંદર, જૂનાગઢ, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને સુરતમાં ઉમેદવાર હજુ જાહેર કરવાના બાકી છે.
દિલ્હીમાં શુક્રવારની રાતે 11-30 કલાક સુધી ગુજરાતના 25 ઉમેદવારો નક્કી કરવા માટે કવાયત હાથ ધર્યા બાદ પણ કોંગ્રેસમાંથી આયાતી ડો.આશાબહેન પટેલ સામે સ્થાનિક સંગઠનના વિરોધને કારણે મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભાના ઉમેદવારોના નામ નક્કી થઈ શક્યા નહોતા.
એટલું જ નહીં પાટણ-બનાસકાંઠામાં કોંગ્રેસની રણનીતિ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી ત્યારે અમદાવાદ પૂર્વ સહિતની ઉત્તર ગુજરાતની આ ચારેય બેઠકો અંગે ભાજપ જ્ઞાતિગત સમીકરણોને સેટ કરી શક્યું નથી.