નવી દિલ્હીઃ રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા પર થયેલા ગેંગરેપ પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં રેલીને સંબોધિત કરતા રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્રિય મંત્રી મનોજ કુમાર સિન્હા માટે પ્રચાર કરવા પહોંચેલે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરિંદોને પકડવાને બદલે કોગ્રેસ સરકાર આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજસ્થાનમાં પણ ચૂંટણી હતી એટલા માટે કોગ્રેસ સરકાર એ દીકરીને ન્યાય અપાવવાના બદલે ચૂંટણી પુરી થવાની રાહ જોતી હતી. આ કોગ્રેસના ન્યાયની સચ્ચાઇને છે.

વડાપ્રધાન મોદીએ આ  સાથે એવોર્ડ વાપસી ગેંગ પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, જે એવોર્ડ વાપસી ગેંગ હતી હું તેમને પૂછવા માંગું છું કે અલવરની દીકરી સાથે બળાત્કાર થવા પર પણ તમારી ગેંગ ચૂપ કેમ છે.?

નોંધનીય છે કે 26 એપ્રિલના રોજ કેટલાક લોકોએ થાનાગાજી અલવર રોડ પર બાઇક પર જઇ રહેલા દંપત્તિને રોક્યા હતા અને પતિ સાથે મારપીટ કરી હતી. બાદમાં પતિની સામે મહિલા પર ગેંગરેપ ગુજાર્યો હતો. એક આરોપીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. ઘટના બાદથી રાજસ્થાન પોલીસ પર બેદરકારીનો આરોપ લાગતો રહ્યો છે. ઘટનાના 12 દિવસ બાદ પોલીસ આરોપીઓને પકડવામાં સફળ રહી હતી. એટલું જ નહી આ મામલામાં એફઆઇઆર દાખલ કરવામાં પોલીસને ત્રણ દિવસનો સમય લાગ્યો હતો.

ભાજપના સાંસદ અને કેન્દ્રિય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે આ ગંભીર મામલો છે. લોકો જાણવા માંગે છે કે રાજ્યમાં લોકસભા ચૂંટણી દરમિયાન કોણે આ મામલાને દબાવવાના નિર્દેશ આપ્યા હતા.