મુંબઈ: બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુત હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘છિછોરે’ની શૂટિંગમાં વ્યસ્ત છે. સુંશાતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યાના લગભગ 6 વર્ષ જેટલો સમય થયો છે પરંતુ તેનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. કૃતિ સેનન સારા અલી ખાન બાદ બધુ એક એક્ટ્રેસ સાથે સુંશાંતનું નામ જોડવામાં આવી રહ્યું છે.



મીડિયા રિપોર્ટ પ્રમાણે ‘મેરે ડેડ કી મારુતિ’ અને ‘જલેબી’ જેવી ફિલ્મોથી ચર્ચામાં આવેલી રિયા ચક્રવર્તીને સુશાંત ડેટિંગ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. બન્ને એકબીજાને ગુપચૂપ ડેટ કરી રહ્યાં છે. રિયા સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેપરસ તસવીરો માટે જાણીતી છે.


ફિલ્મોમાં આવ્યા પહેલા સુશાંત ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે સાથે રિલેશનશિપમાં હતો. બન્ને ખુબજ ક્લોઝ હતા પરંતુ કેટલાક વર્ષ બાદ તેઓનું બ્રેકઅપ થઈ ગયું હતું. તેના બાદ સુશાંત 2017માં ફિલ્મ ‘રાબતા’માં નજર આવ્યો હતો ત્યારે કોસ્ટાર કૃતિ સેનન સાથે અફેર હોવાની ચર્ચા શરુ થઈ હતી. પરંતુ બાદમાં બ્રેકઅપની ખબરો આવી હતી.


ત્યાર બાદ ફિલ્મ કેદારનાથની એક્ટ્રેસ સારા અલી ખાન સાથે પણ સુશાંતનું નામ જોડાયું હતું. જો કે સારા સાથે તેના રિલેશનની કોઈ જ પુષ્ટી થઈ નથી.


હવે સુશાંતનું નામ રિયા ચક્રવર્તી સાથે જોડવામાં આવી રહ્યું છે. રિયાએ ‘મેરે ડેડ કી મારુતી’ થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે રિયા અને સુશાંત તરફથી આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.