નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત ભાજપની પ્રચંડ જીત થઈ છે. 2014ની સામે નરેન્દ્ર મોદી વધારે મજબૂત થઈને સંસદ પહોંચ્યા છે અને ભારે બહુમત સાથે પીએમની ખુરશી પર બેસશે. એવામાં હવે સૌથી વધારે ચર્ચા તેમના પ્રધાનમંત્રી પદની શપથ વિધિની તારીખને લઈને થઈ રહી છે. ચર્ચા છે કે પીએમ મોદી આગામી 26 મેના રોજ શપધ લઈ શકે છે.



26 તારીખે શપથ લેશે એવી ચર્ચા એટલા માટે મહત્વની માનવામાં આવે છે કારણ કે 8 અંક પીએમ મોદી માટે હંમેશા શુભ રહ્યો છે. નોંધનીય છે કે, અંક જ્યોતિષી પ્રમાણે પણ 26 મેના અંકનો સરવાળો 8 થાય છે. 26 એપ્રિલે જ પીએમ મોદીએ વારાણસીથી તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગઈ લોકસભા ચૂંટણીમાં પણ વડાપ્રધાને 26 મેના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. તેનો મૂળ આંક પણ 26 થતો હતો. સૌથી ખાસ વાત પણ એ છે કે, વડાપ્રધાન મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર છે અને તેનો પણ મૂળઆંક 8 થાય છે.

આ ઐતિહાસીક જીત વિશે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, સૌનો સાથ+,સૌનો વિકાસ+સૌનો વિશ્વાસ=વિજયી ભારત. આ ટ્વિટ કરીને પીએમ મોદીએ જીત પર તેમની પહેલી પ્રતિક્રિયા આપી છે.