પશ્વિમ બંગાળના કોગ્રેસ વડાએ કહ્યું- કેન્દ્રમાં સરકાર બનાવવા માટે મમતાનું સમર્થન નહી લઇએ
abpasmita.in | 18 Apr 2019 10:15 PM (IST)
પશ્વિમ બંગાળના કોગ્રેસ પ્રમુખ સોમેન મિત્રાએ કહ્યું કે, આગામી સરકાર બનાવવા માટે તેમની પાર્ટી મમતા બેનર્જીના તૃણમુલ કોગ્રેસ પાસે સમર્થન માંગશે નહીં
નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના કોગ્રેસ પ્રમુખ સોમેન મિત્રાએ કહ્યું કે, આગામી સરકાર બનાવવા માટે તેમની પાર્ટી મમતા બેનર્જીના તૃણમુલ કોગ્રેસ પાસે સમર્થન માંગશે નહીં. એટલું જ નહી ત્રિશંકુ સંસદ બનવાની સ્થિતિમાં તેમના વડાપ્રધાન બનવાના પ્રયાસને સમર્થન કરશે નહીં બેનર્જીને આરએસએસ –બીજેપીના સૌથી વિશ્વસનીય સાથી ગણાવતા મિત્રાએ કહ્યું કે, બીજેપી વિરોધી તાકાતના રૂપમાં તેમની અને તેમની પાર્ટીની વિશ્વસનીયતા નથી. મિત્રાએ દાવો કર્યો હતો કે ચૂંટણી બાદ જરૂર પડી તો બેનર્જીએ ભાજપને સમર્થન કરવાનો પોતાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. બહુમતથી દૂર રહેવાની સ્થિતિમાં આગામી સરકાર બનાવવા માટે કોગ્રેસ મમતા બેનર્જી અથવા તૃણમુલ કોગ્રેસ પાસેથી સમર્થન લેશે નહીં. મિત્રાએ કહ્યું કે, અમને તેમના સમર્થનની જરૂર નથી. અમે યુપીએ સહયોગીઓ સાથે મળીને સરકાર બનાવીશું. યુપીએને સરળતાથી બહુમત મળી જશે. બેનર્જી અનેકવાર દાવાઓ કરે છે કે તેમના સમર્થન વિના કોગ્રેસ સરકાર નહી બનાવી શકે.