નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં વધુમાં વધુ મતદાન માટે ચૂંટણી પંચ વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર કરી રહ્યું છે તો પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ પંચના આ અભિયાનમાં સામેલ થયું છે. એસોસિએશન અનુસાર જે લોકો મત આપીને પેટ્રોલ ભરાવવા પહોંચશે તેને પ્રતિ લિટર 50 પૈસાની છૂટ આપવામાં આવશે.


ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના અધ્યક્ષ અજય બંસલે કહ્યું કે, ‘અમે એ મતદાતાઓને પ્રતિ લિટર 50 પૈસાની છૂટ આપીશું જે મતદાન બાદ પેટ્રોલ ભરાવવા આવશે. તેના માટે તેણે આંગળી પર લાગેલ સાહીની નિશાની પણ બતાવવી પડશે.’


અજય બંસલે કહ્યું કે, લોકતંત્રના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાતા ભાગ લે તેના માટે એસોસિએશને આ નિર્ણય ક્રયો છે. મતદાતાઓ માટે આ ઓફર સવારે 8થી રાત્રે 8 સુધી ચાલુ રહેશે.

જણાવીએ કે, દેશભરમાં સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 11 એપ્રિલે અને અંતિમ તબક્કા માટે 19 મેના રોજ મતદાતન થશે. 23 મેના રોજ મતગણતરી યોજાશે.