કૃણાલ પંડ્યાએ અજયને બર્થ ડે વિશ કરતાં લખ્યું, “સિંઘમ સુપરસ્ટાર અને મારા હમશકલ ને જન્મદિવસની શુભકામના.” આમ તો અજય દેવગણ સોશિયલ મીડિયાથી દૂર રહે છે પરંતુ તેણે કૃણાલની ટ્વિટનો જવાબ આપ્યો.
અજય દેવગણે જવાબ આપતા લખ્યું, “થેન્ક્યૂ કૃણાલ. ડબલ રોલમાં એક ફિલ્મ સાથે કરીએ!” અજયના ટ્વિટ બાદ કૃણાલે પણ વળતો જવાબ આપ્યો. કૃણાલને ફિલ્મમાં કામ કરવાની ઓફર પસંદ આવી પણ તેણે એક શરત મૂકી.
કૃણાલ પંડ્યાએ કહ્યું અજય દેવગણ મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરવા આવશે તો તે ફિલ્મ કરી શકે છે. કૃણાલે લખ્યું, “નક્કી! પહેલા તમે મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરવા માટે વાનખેડે આવો પછી આપણે ફિલ્મ કરીશું.”