'તારક મહેતા કા...'ને 10 વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે ક્યારે અને ક્યાં છે પૂજા ? જાણો વિગત
શોના 10 વર્ષ થવા પર તારક મહેતાની ટીમ દ્વારા વૈષ્ણોદેવીમાં પૂજા રાખવામાં આવી હતી. શો સાથે સંકળાયેલા તમામ લોકો આને લઈ ઉત્સાહિત હતા. પરંતુ સીરિયલમાં ડો. હાથીનો રોલ કરતા કવિ કુમાર આઝાદના થોડા દિવસો પહેલા થયેલા નિધનના કારણે તેની યાદમાં ટીમે જશ્ન નહીં બનાવવાનો નિર્ણય કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં 28 જુલાઈના રોજ 10 વર્ષ પૂરા થવાના છે. શો શરૂ થયો ત્યારે જેટલો લોકપ્રિય હતો તેટલો જ આજે પણ છે. ભારતના સૌથી લાંબા ચાલનારા હિન્દી ફિક્શન શોમાં સ્થાન પામી ચૂકેલા આ શો 2500 એપિસોડ પ્રસારિત થઈ ચુક્યા છે.
કવિ કુમાર આઝાદનું તાજેતરમાં જ હાર્ટ અટેકથી નિધન થયું છે. વધારે પડતાં વજનના કારણે કવિ કુમાર ઘણી વાર બીમાર પડી જતાં હતા. બીમારી હોવા છતાં તેઓ સેટ પર આવીને કામ કરતાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -