મુંબઈ: હવે બોલિવૂડ ફિલ્મોમાં એન્ટિમેન્ટ સીન ખુબ જરૂરી થઈ ગયા છે. પરંતુ આવા સીનનું શુટિંગ કરવું એ ખુબ પડકારભર્યું હોય છે. ઘણીવાર અભિનેતા શુટિંગ દરમિયાન પોતાનું નિયંત્રણ ખોઈ બેસતાં હોય તેવી અનેકવાર ઘટનાઓ આવી છે. ડાયરેક્ટર કટ બોલવા છતાં અભિનેત્રીઓને છોડતાં હોતાં નથી. કેટલીય વખત અભિનેત્રીઓએ ખુદ આવી ઘટનાઓ શેર કરી છે. ત્યાર બાદ અભિનેતાએ ડાયરેક્ટરની માફી માંગવી પડી હોય.
રેખાનાં જીવન પર લખવામાં આવેલી બૂક ‘25 Years of a Special Woman’માંથી એક અજીબ ઘટના પ્રકાશમાં આવી છે. લેખક દિનેશ રહેજા રેખાનાં હવાલે લખે છે કે, મને આ વિશે કંઈ ખબર નહોતી, હું ડરેલી હતી. મેં એ સમયે જે મહેસુસ કર્યું એની કોઈ પણ પ્રકારે ભરપાઈ થઈ શકે એમ નથી.
વર્ષ 1969માં આવેલી ફિલ્મ ‘અનજાના સફર’નું શુટિંગ મુંબઈનાં મહેબુબ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. ત્યારે એક સીન સમયે ડાયરેક્ટરનાં એક્શન કહેતાની સાથે જ પ્રખ્યાત અભિનેતા વિસ્વજીતે રેખાને બાહોમાં લઈને રોમાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે રેખાની ઉંમર માત્ર 15 વર્ષની જ હતી.
આ દ્રશ્ય વિશે યાસિર ઉસ્માન તેની બૂક રેખા એક પહેલીમાં લખે છે કે, જ્યારે આ બધું થઈ રહ્યું હતું તો ફિલ્મની કાસ્ટ અને ક્રુ ઉભા થઈને તાળીઓ વગાડતાં હતા. જોકે ડાયરેક્ટર રાજા નવાથે 15 વખત કટ...કટ...કટ... કહ્યું છતાં અભિનેતાએ રેખાને છોડી ન હતી. લોકો હંસી રહ્યાં હતા અને રેખાનાં આંખમાંથી આંસુ વહી રહ્યાં હતા.
રેખાએ રેન્ડિવૂ વિદ સિમી ગ્રોવાલમાં કહ્યું હતું કે, તે સમયે હું રોજ રડતી. મારી ઉંમર 15 વર્ષ પણ નહોતી. મારે આ સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોમાં ભાગવું પડતું હતું. મને એવા જ કપડાં પહેરાવવામાં આવતાં કે જે હું ક્યારેય પહેરવા માંગતી નહોતી. આ ઉપરાંત વાત કરીએ તો ‘આજ ફિર તુમસે પ્યાર આયા’ સોંગમાં વિનોદ ખન્નાએ તેનું નિયંત્રણ ખોઈ દીધું હતું. ત્યાર બાદમાં માધુરી પાસે માફી માંગી હતી.
ડાયરેક્ટરે કટ...કટ...બોલતાં રહ્યાં છતાં બોલિવૂડના આ અભિનેતાએ રેખાને બાહોમાં પકડી લીધી ને......? જાણો વિગત
abpasmita.in
Updated at:
25 Aug 2019 12:08 PM (IST)
વર્ષ 1969માં આવેલી ફિલ્મ ‘અનજાના સફર’નું શુટિંગ મુંબઈનાં મહેબુબ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. ત્યારે એક સીન સમયે ડાયરેક્ટરનાં એક્શન કહેતાની સાથે જ પ્રખ્યાત અભિનેતા વિસ્વજીતે રેખાને બાહોમાં લઈને રોમાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -