36 વર્ષીય દિગનાથ મન્છલ છેલ્લા 15 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છે. તે કન્નડ ફિલ્મોની ટોપ અભિનેતાઓમાંથી એક છે. તેણે અત્યાર સુધીમાં 25-30 ફિલ્મોમાં કામ કર્યું છે. ડ્રગ રેકેટમાં તેનું નામ સામે આવવું એ ચોંકાવનારા સમાચાર છે. ઉપરાંત તેના પત્ની એન્દ્રિતા રેને પણ પોલીસે સમન્સ મોકલ્યું છે. 30 વર્ષીય એન્દ્રિતા પણ કન્નડ સિનેમાની જાણીતી હસ્તી છે. તેણે અત્યાર સુધીમાં 30 ફિલ્મોમાં કામ કર્યું છે.
સેન્ડલવુડ ડ્રગ રેકેટમાં અત્યાર સુધીમાં અનેક સ્ટારના નામ સામે આવી ચૂક્યા છે. આ જ ક્રમમાં બોલિવૂડ એક્ટર વિવેક ઓબરોયના સાળા આદિત્ય અલ્વા પણ બેંગલુરુ પોલિસના શિકંજામાં આવી ગયા છે. બેંગલુરુ જોઈન્ટ કમિશ્નર ક્રાઇમ સંદીપ પાટિલે કહ્યું કે, હેબ્બલે નજીક આવેલ આદિત્ય આલ્વાના ઘરે હઆસ ઓફ લાઈવ્સનું સર્ટ વોરન્ટ જારી કર્યું છે અને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આદિત્ય અલ્વા વિવેક ઓબરોયના શાળા અને પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાના દીકરા છે. રિપોર્ટ્સ અનુસાર આદિત્ય અલ્વાને કસ્ટડીમાં લેવામાં નથી આવ્યા. સીસીબી તેની શોધખોળ કરી રહી છે.
નોંધનીય ચે કે, આ મામલે એક્ટ્રેસ રાગિની દ્વિવેદી સહિત ડ્રગ પેડલર્સ રવિશંકર, શવિ પ્રકાશ, રાહુલ શેટ્ટી, વિરેન ખન્નાની ધરપકડ કરવામાં આવી છે. રાગિનીને NDPS એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.