નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાય રહ્યો છે. ત્યારે હવે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મુખ્યમંત્રી પેમા ખાંડુએ ખુદ ટ્વીટ કરીને તેની જાણકારી આપતા કહ્યું કે, મારો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હાલમાં દિલ્હીમાં સ્થિત હોમ આઈસોલેશનમાં છું.


ઉલ્લેખનીય છે કે, અરુણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના નવા 176 કેસસ સામે આવ્યા છે, તેના બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 6298 થઈ ગઈ છે. નવા દર્દીઓમાં 9 સુરક્ષાકર્મી પણ સામેલ છે.



આ સિવાય રાજ્યમાં વધુ એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક વધીને 11 થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, કુલ નવા કેસમાં 83 રાજધાની પરિસર ક્ષેત્ર ઈટાનગરમાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, 15 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 49 લાખ 30 હજાર થઈ ગઈ છે. તેમાંથી 80,776 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 90 હજાર થઈ ગઈ છે અને 38 લાખ 59 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે.