નવી દિલ્હીઃ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ આઈપીએલ મેચમાં જીત નોંધાવ્યા બાદ સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, હરભજન સિંહ અને ઇમરાન તાહિર જૂની વાઈનની જેમ સતત પરિપક્વ થઈ રહ્યા છે અને તેણે એક વખત ફરી સાબિત કર્યું છે કે, ઉંમર માત્ર એક સંખ્યા છે.

મેચ બાદ ધોનીએ કહ્યું, ઉંમર એમની (હરભજન અને તાહિર) બાજુ છે. તે વાઈનની જેમ છે અને સતત પરિપક્વ થઈ રહ્યા છે. ભજ્જીએ જેટલા પણ મેચ રમ્યા છે, તેમાં દમદાર પ્રદર્શન કર્યું છે. મને જ્યારે પણ જરૂરત પડી છે ત્યારે ઇમરાન પર વિશ્વાસ કર્યો છે અને તેણે સારું પ્રદર્શન કર્યું છે.



ધોનીએ કહ્યું, કુલ મળીને આપણો બોલિંગ ક્રમ સારો લાગી રહ્યો છે, પરંતુ જ્યારે અમે સારી ટીમ વિરૂદ્ધ સપાટ વિકેટ પર નાની બાઉન્ડ્રી સાથે રમીશું, તો અમને જાણવા મળશે કે અમારા માટે સારો બોલિંગ ક્રમ ક્યો છે.