મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા થઈ હતી પાઇલટ સાથે મુલાકાત
અધિકારીએ આગળ કહ્યું કે, પોલીસની સામે આપવામાં આવેલ નિવેદનમાં એક્ટ્રેસે કહ્યું કે, વિતેલા વર્ષે ડિેસમ્બર મહિનામાં તેની મુલાકાત મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા એક પાઇલટ સાથે થઈ હતી. બન્ને વચ્ચે વાતો થઈ અને બાદમાં પાઇલટે તેને લગ્નનું વચન આપ્યું. ફરિયાદ અનુસાર મૂળ ભોપાલના રહેવાસી પાઇલટ એક્ટ્રેસ સાથે લાંબી વાતો કરતો હતો અને સોશિયલ મીડિયા પર પણ બન્ને વચ્ચે ઘણી ચેટિંગ થઈ હતી. 10 દિવસ પહેલા આરોપી પાઇલટે એક્ટ્રેસને ફોન કર્યો અને તેને મળવા ઘરે બોલાવવાની ઇચ્છા વ્યક્ત કરી.
કેસની તપાસ કરી રહી છે પોલીસ
પોલીસ અધિકારીએ ફરિયાદને આધારે કહ્યું કે, એક્ટ્રેસ મુંબઈમાં એકલી રહે છે. પાઇલટ દ્વારા ઇચ્છા વ્યક્ત કરવા પર તેણે તેને પોતાના ઘરે બોલાવી લીધો. જ્યાં કથિત રીતે પાઇલટે એક્ટ્રેસ સાથે દુષ્કર્મ આચર્યું. ફરિયાદ અનુસાર આરોપીએ પીડિતાના માતા પિતાને મળવા અને લગ્નનું વચન આપ્યું હતું. પરંતુ બાદમાં તે પોતાના વચનથી ફરી ગયો હતો. જેનાથી પરેશાન થઈને એક્ટ્રેસે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ કેસમાં આગળની તપાસ કરી રહી છે.