નવી દિલ્હીઃ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંક્યો છે. પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 25-25 પૈસાનો વધારો થતા અમદાવાદમાં પેટ્રોલ 82 રૂપિયા 63 પૈસાની સર્વોચ્ચ સપાટી નજીક પહોંચ્યો છે. જે અગાઉ 82 રૂપિયા 81 પૈસા હતો. પેટ્રોલમાં 32 રૂપિયા 98 પૈસા એક્સાઈઝ ડ્યૂટી અને 17 વેટ સાથે કુલ ટેક્સનો હિસ્સો 49 રૂપિયા 98 પૈસા છે. જે 60 ટકાથી વધુ થઈ જાય છે.
એજ રીતે ડીઝલમાં પણ ભાવ પ્રતિ લીટર 80 રૂપિયા 48 પૈસાથી વધીને 81 રૂપિયા 26 પૈસા થઈને અત્યાર સુધીની ટોચે પહોંચ્યો છે. ડીઝલમાં 31 રૂપિયા 83 એક્સાઈઝ ડ્યૂટી અને 17 રૂપિયા વેટ સાથે કુલ ટેક્સ 48 રૂપિયા 83 પૈસા થાય છે.
દેશમાં ઈંધણના વધતા ભાવ અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન ઓઈલ ઉત્પાદક દેશોએ ઉત્પાદન ઘટાડતાં ભાવ વધ્યો છે. માંગ અને પુરવઠામાં અસંતુલનના કારણે આમ થયું છે. તેમણે કહ્યું કે, થોડા મહિના પહેલા ક્રૂડ ઓઈલની કંમત35 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી, જે આજે વધીને 55 ડોલર આસપાસ પહોંચી છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
રાશિફળ 19 જાન્યુઆરીઃ ધન, સ્વાસ્થ્ય અને પરિવારને લઈ આ 5 રાશિના લોકોને થઈ શકે છે પરેશાની, જાણો કેવો રહેશે તમારો દિવસ
જાણો પેટ્રોલ-ડીઝલ કેમ દિવસેને દિવસે થઈ રહ્યું છે મોંઘું ? સરકારે આપ્યો આ જવાબ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jan 2021 08:17 AM (IST)
દેશમાં ઈંધણના વધતા ભાવ અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન ઓઈલ ઉત્પાદક દેશોએ ઉત્પાદન ઘટાડતાં ભાવ વધ્યો છે.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -