‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ પર મુંબઇ પોલીસના ટ્વીટ પર આમિર અને અમિતાભે આપ્યો જવાબ
મુંબઇઃ આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું ધમાકેદાર ટ્રેલર લૉન્ચ થઇ ચૂક્યુ છે. જે દર્શકોને ખુબ પસંદ આવી રહ્યુ છે. ટ્રેલરને સારો એવો રિસ્પૉન્સ મળી રહ્યો છે. હવે આ કડીમાં મુંબઇ પોલીસ પણ આવી ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, ફિલ્મનું ટ્રેલર 32 મિલિયનથી વધારે વાર ટ્રેલર જોવામાં આવ્યુ છે. 8 નવેમ્બરે ફિલ્મ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં આમિર અને અમિતાભની સાથે કેટરીના કૈફ અને ફાતિમાં સના શેખ મુખ્ય ભૂમિકામાં છે.
મુંબઇ પોલીસે પણ ફિલ્મને લઇને ટ્વીટ કર્યુ હતું કે, મુંબઇ પોલીસ પણ ઠગની જેમ કોઇના ઉપર સત્તા નથી આપતી અને કહ્યું કે, ઠગો માટે મુંબઇમાં કોઇ જગ્યા નથી.
વળી, આ ટ્વીટનો અમિતાભે પણ જવાબ આપ્યો, બચ્ચને કહ્યું, ખરેખર, મુંબઇ પોલીસ માટે આદર છે.
હવે મુંબઇ પોલીસના આ ટ્વીટને લઇને આમિર ખાન અને અમિતાભ બચ્ચને પણ રિટ્વીટ કરતાં જવાબ આપ્યો છે. આમિરે કહ્યું કે, દગો આપવો તેની લોહીમા નથી, તમારો સ્વભાવ તો શક, દિવસ રાત મહેનત અને સતર્કતા છે. વિશ્વાસ અમે તમારા પર કરીએ છીએ, સન્માન.
- - - - - - - - - Advertisement - - - - - - - - -