આમિર ખાને જાહેર કર્યો Thugs Of Hindostanનો લોગો, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપને જણાવી દઇએ કે આ ફિલ્મનું ટ્રેલર આ મહિનાની 27 તારીખનાં રોજ રિલીઝ થશે. આ દિવસે યશ ચોપરાનો 86મો જન્મ દિવસ છે. આ ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ નજર આવશે.
આમિર ખાનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' માટે લોકોમાં ખાસ પ્રકારનો ક્રેઝ જોતા મેકર્સે આ નિર્ણય કર્યો છે. હવે ધીરે ધીરે ફિલ્મ સાથે જોડાયેલી અન્ય ચીજો જાહેર કરવામાં આવશે. કારણ કે ફિલ્મની રિલીઝ ડેટ પણ નજીક આવી રીહ છે. મેકર્સે આ ફિલ્મનાં લોગોનો વીડિયો બનાવીને રિલીઝ કર્યો છે જેને આમિર ખાને પોતે ટ્વિટ કર્યો છે. આ ફિલ્મ 8 નવેમ્બરનાં રોજ રિલીઝ થઇ રહી છે.
નવી દિલ્હીઃ દંગલ બાદ આમિર ખાનની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાનની દર્શકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને મેકર્સે ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાનનો લોકો વીડિયો રિલીઝ કર્યો છે. વિજય કૃષ્ણા આચાર્યાના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મમાં આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ રિલીઝ એક દિવસ પાછળ ઠેલવવામાં આવી છે. હવે ઠગ્સ ઓફ હિંદોસ્તાન 7 નવેમ્બર નહીં, પરંતુ 8 નવેમ્બરે રિલીઝ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -