આમીર ખાને નરેન્દ્ર મોદીને કઈ રેસમાં છોડ્યા પાછળ, જાણો વિગત
બિજીંગ: ચીનમાં દંગલની રીલિઝ બાદ આમિર ખાનની લોકપ્રિયતા ત્યાં ખૂબ જ વધી ગઈ છે.ચીનમાં દંગલે 300 કરોડથી વધારે કમાણી કરી છે. ચાઈનીઝ માઈક્રોબ્લોગિંગ વેબસાઈટના અકાઉઁટમાં 5.86 ફોલોઅર્સ છે. આ માઈક્રોબ્લોગીંગ સાઈટ પર પીએમ મોદીના ફોલોઅર્સ કરતા આમિરના ફોલોઅર્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ 2015માં ચીન મુલાકાત પહેલા આ વેબસાઈટ પર પોતાનું એક અકાઉંટ બનાવ્યું હતું. જેના પર તે સૌથી પોપ્યુલર ભારતીય હતા. તેમના 1.69 ફોલોઅર્સ છે. પીએમ મોદી હજી પણ ચીનને લગતી કોઈ પણ વાતની અપડેટ હજી પણ આ સાઈટ પર કરે છે.
આમિર ખાનના અકાઉંટનું નામ ચાઈનીઝ ઉચ્ચારણ મુજબ 'Amier Han' છે. જેને દંગલની રીલિઝ પહેલા ગયા અઠવાડિયે બનાવવામાં આવ્યું હતું. 13 દિવસમાં દંગલે ચીનમાં 500 મિલિયન યુઆન (આશરે 76 મિલિયન યુએસ ડોલર) કમાણી કરી છે.
51 વર્ષના સુપર સ્ટારના વીબોના અકાઉંટ પર 5,86,597 ફોલોઅર્સ છે. ચીનમાં વીબો બહુ જ લોકપ્રિય સોશિયલ વેબસાઈટ છે.
આમિર ખાને રીલિઝ પહેલા બિજીંગ, શાંઘાઈ અને ચેંગડુની પ્રમોશનલ ટુર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -