સુરતઃ યુવતીએ PSIને ઘર પાસે અપાવી રૂમ, બંને રોજ બાંધતાં શારીરિક સંબંધ પછી અચાનક શું થયું ?
યુવતીએ જણાવ્યું કે, પોતાની ફરિયાદ બે દિવસમાં લેવાની ખાતરી અપાઈ છતાં ફરિયાદ નહીં લેવાતા રવિવારે તેણે પોલીસ કમિશનર ઓફિસે જઈ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી., જો બે દિવસમાં તેની ફરિયાદ નહીં લેવામાં આવે તો પોતાના બે બાળક સાથે કલેકટર ઓફિસ બહાર આત્મવિલોપનની ચીમકી આપી છે.
ભોગ બનનાર યુવતીએ એમ પણ જણાવ્યું કે સામાન્ય વ્યક્તિએ આવું કૃત્ય કર્યું હોય તો પોલીસ તેની સામે અરજીના આધારે ગુનો પણ તાત્કાલિક દાખલ કરી દેતી હોય છે. પરંતુ અહીં જેની સામે અરજી થઈ છે તે એક પીએસઆઈ છે એટલે પોલીસ અધિકારી તેને બચાવીને આખો મામલો દબાવવાની ફિરાકમાં છે.
ડિંડોલીના દેલાડવાની 33 વર્ષની પરિણીત યુવતીએ અરજીમાં લખ્યું છે કે, પોતે આત્મવિલોપન કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી પીએસઆઈ પ્રતિક એમ. અમીન, ડિંડોલી પીઆઈ નકુમ, એસીપી બી ડીવીઝન, ડીસીપી ઝોન-1 તથા સુરત શહેર પોલીસ કમિશનરની રહેશે. તેણે પોલીસને બે દિવસનો સમય આપ્યો છે.
અમીને તેને પ્રેમજાળમાં ફસાવી પછી તેના ઘર પાસે જ રૂમ રાખીને રહેતો રહેતો અને રોજ તેની સાથે સેકસ સંબંધ બાંધતો હતો તેવા આક્ષેપ યુવતીએ કર્યા હતા. અમીન રોજ સવારે તેની સાથે સેક્સ માણીને નોકરીએ જતો અને એ રીતે તેણે દોઢ વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે.
યુવતીએ આ પીએસઆઈ સામે પગલાં લેવા માટે પોલીસ કમિશનર ઓફિસમાં અરજી કરી હતી. જો કે ડિંડોલી પીઆઈ નકુમે અમીનને બચાવવા કેસને રફેદફે કરી દેતાં યુવતીએ નવી અરજી કરીને હવે ન્યાય ન મળે તો બે બાળકો સાથે સુરત કલેક્ટર કચેરી અથવા તો વિધાનસભાની બહાર આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સુરતઃસરથાણા પોલીસના પીએસઆઈ પ્રતિક અમીને ચોરીના કેસમાં ફરિયાદ નોંધાવવા માટે આવેલી પરિણીત યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને પછી તેની સાથે સેક્સ સંબધ બાંધ્યા હતા. લાંબા સમય સુધી અમીને તેની સાથે સેક્સ સંબંધ રાખીને તેને તરછોડી દેતાં યુવતીએ આ પીએસઆઈને પાઠ ભણાવવા મોરચો માંડ્યો છે.