આમિર ખાનની દીકરી ઇરાએ જંગલમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
abpasmita.in | 16 Nov 2019 07:55 AM (IST)
ઈરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન ઘણી વખત તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ફરી એક વખત ઇરા ખાન ચર્ચામાં છે. ઇરાએ હાલમાં જ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. ઈરાએ આ ફોટોશૂટ જંગલમાં કરાવ્યું છે. આ વાઇલ્ડ ફોટોશૂટની તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ પહેલા પણ ઇરાએ ધણી વખત ફોટોશૂટ કરાવ્યું છે. ઇરા ઘણી વખત તેનાં બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી ચૂકી છે જે ખૂબ જ વાયરલ થઇ છે. ઈરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. બ્લેક કલરના ડ્રેસમાં ઈરા ખૂબ જ હોટ લાગી રહી છે. અન્ય એક તસવીરમાં ઈરા લાલ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)