ફિલ્મ ‘બાલા’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધો છે. આ ફિલ્મે રિલીઝ થયા બાદ અત્યાર સુધી વર્લ્ડવાઈડ 100 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે.
આયુષ્માન ખુરાનાએ કહ્યું કે, મારામાં બહેતરીન ફિલ્મો કરવાની ભૂખ છે. આ કંઈક એવું છે જે મને એક એક્ટર તરીકે સારી, નવી ફિલ્મો તલાસ કરવા માટે સંચાલિત તથા પ્રેરિત કરે છે.
ખુરાનાએ આગળ કહ્યું કે, તમે પોતાની સફળતાઓના માધ્યમથી ઘણું બધું શીખો છો અને હાલના સમયે મને શીખવ્યું છે કે ફિલ્મની કહાનીઓ એ સ્તરે આગળ લઈ જવી જોઈએ અને અલગ અલગ પ્રકારની ફિલ્મો કરવી જોઈએ કારણ કે કોઈ ના કોઈ પ્રકારે મારા સિનેમાં બ્રાન્ડનો પ્રયાય કંઈક એવા જ બની ગયા છે જે સામાજીક બદલાવ માટે બને છે.