નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી ડબલ સેન્ચુરી ફટકારી છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં મયંક અગ્રવારે શાનદાર ડબલ સેન્ચુરી ફટકારી હતી. મયંકની ડબલ સેન્ચુરીના જોરે ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરૂદ્ધ મોટી લીડ મેળવી છે. ટેસ્ટ મેચમાં એક વખત મયંક અગ્રવારે શાનદાર ઇનિંગ રમી છે. અગ્રવાલે અંતિમ પાંચ ઇનિંગમાં ત્રીજી સદી ફટકારી છે.

મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં એક સદી અને એક બેવડી સદી ફટકારી હતી. મયંકની કારકિર્દીની આ ત્રીજી સદી છે. આ પહેલા તેણે દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 215 રન અને પુણે ટેસ્ટમાં 108 રનની ઇનિંગ રમી હતી. મયંક અગ્રવાલે ઇન્દોર ટેસ્ટના બીજા દિવસે 183 બોલમાં તેની સેન્ચુરી પૂરી કરી હતી.



મયંક અગ્રવાલ  વિશે એક રસપ્રદ વાત એ છે પણ છે કે તેણે આઠ ટેસ્ટની કારકિર્દીમાં જે ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે, તે તમામ તેણે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ફટકારી છે. બીજી ઇનિંગમાં મયંક અગ્રવાલના નામે એક પણ અડધી સદી નથી. વર્ષ 2017માં મયંક અગ્રવાલે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં ત્રણ અડધી સદી સાથે 28.66ની સરેરાશથી 258 રન બનાવ્યા હતા. રણજીમાં મયંકનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. રણજીમાં મયંકે 1160 રન 105.45ની સરેરાશથી બનાવ્યા છે. જેમાં બે અડધી સદી અને પાંચ સદી સામેલ છે. એટલું જ નહીં, પોતાના સારા પ્રદર્શનનો દાખલો આપતા મયંકે વિજય હજારે ટ્રૉફીમાં 90.37ની સરેરાશથી 723 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સદી અને ત્રણ સદી સામેલ છે.

મયંક અગ્રવાલે બાંગ્લાદેશની વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટ પહેલા 7 ટેસ્ટ રમી હતી. જેમાં તેણે 55.90ની સરેરાશથી 615 રન કર્યા. તેમાં બે સદી અને ત્રણ અડધી સદી પણ સામેલ છે. જ્યારે તેના ફર્સ્ટ ક્લાસ કારર્કિદીની વાત કરીએ તો તેણે 57 મેચોમાં 49.52ની સરેરાશથી 4507 રન કર્યા છે. તેમાં સૌથી વધુ સ્કોર 304 રન અણનમ છે. તેણે 10 સદી અને 25 અડધીસદી પણ ફટકારી છે. આ ઉપરાંત, તેણે 79 લિસ્ટ એ મેચોમાં 50.90ની સરેરાશથી 3869 રન કર્યા છે, જેમાં 13 સદી અને 15 અડધી સદી છે.