મુંબઈ: બોલીવૂડ અભિનેતા આમિર ખાનની દિકરી ઈરા ખાને ખુલાસો કર્યો છે કે જ્યારે 14 વર્ષની હતી ત્યારે એક વ્યક્તિ દ્વારા યૌન ઉત્પિડન કરવામાં આવ્યું હતું. આ ખુલાસો ઈરા ખાન દ્વારા એ જણાવ્યાના એક મહિના બાદ આવ્યો છે તેનો ચાર વર્ષથી વધારે સમયથી ડિપ્રેશનની સારવાર ચાલી રહી છે.

તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા 10 મીનિટના એક વીડિયોમાં કહ્યું, 'જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારું યૌન શોષણ કરવામાં આવ્યું. મને નહોતી ખબર કે વ્યક્તિને ખબર છે કે નહી તે શું કરી રહ્યો હતો, હું તેને ઓળખતી હતી. તે દરરોજ નહોતું થઈ રહ્યું.'



ઈરા ખાને રવિવારે એક વીડિયો ક્લિપમાં કહ્યું, " મને આ બધુ સમજવામાં આશરે એક વર્ષ લાગી ગયું, બાદમાં મે જલ્દી મારા માતા-પિતાને ઈમેલ લખ્યો અને પોતાને આ સ્થિતિમાંથી બહાર કાઢી.'

23 વર્ષની ઈરાએ કહ્યું જ્યારે તે આ સ્થિતિમાંથી બહાર આવી ગઈ, તો તેને હવે ખરાબ નહોંતુ લાગતુ. તેણે કહ્યું પરંતુ તેને આ વિચારીને ગુસ્સો આવતો હતો કે તેણે આવું કેમ થવા દિધુ.

વીડિયોમાં ઇરા ખાને પોતાના મમ્મી-પપ્પાના છુટાછેડાનો ઉલ્લેખ કરતાં કહ્યું, જ્યારે હું નાની હતી તો મારા માતા-પિતાના છુટાછેડા થઇ ગયા પરંતુ તેને લઇને મને કોઇ આઘાત ન હતો. આમિર ખાન અને રીના દત્ત પોતાના લગ્નના 16 વર્ષ બાદ 2020માં અલગ થયા હતા. બંનેનો એક પુત્ર છે જેનુ નામ જુનૈદ ખાન છે.