મુંબઈ: મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ વર્ષે ભારે વરસાદ અને પૂરે ભારે તબાહી મચાવી છે. રાજ્યના આ બગડેલી સ્થિતિમાં હવે બૉલિવૂડના અનેક સિતારાઓએ મદદ માટે હાથ આગળ કર્યા છે. બોલિવૂડના સુપર સ્ટાર આમિર ખાન અને સિંગર લતા મંગેશકર સહિત અનેક કલાકાર મદદ માટે આગળ આવ્યા છે. ગત દિવસોમાં અમિતાભ બચ્ચને પણ પૂરગ્રસ્ત લોકો મોટી રકમનું દાન કર્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને જાણકારી આપી કે આમિર ખાન અને લતા મંગેશકર સહિત કેટલાક કલાકારોએ પૂર પીડિતો માટે મદદ કરી છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે, ”આમિર ખાન મહારાષ્ટ્ર પૂરગ્રસ્ત લોકો માટે તમારા 25 લાખ રૂપિયાના સહયોગ માટે આભાર”



સીએમ ફડણવીસ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું કે લીજેન્ડ સિંગર લતા મંગેશકરે પણ પૂર પીડિતોની મદદ કરી. તેઓએ મહારાષ્ટ્ર સીએમ ફંડને 11 લાખ રૂપિયાની મદદ કરી.