નવી દિલ્હીઃ INX મીડિયા કેસ મામલામાં આશરે 30 કલાકથી ગુમ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ આજે સાંજે અચાનક પ્રકટ થયા હતા. જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં કહ્યું કે, હું આરોપી નથી. મને લોકતંત્ર પર પૂરો ભરોસો છે. મારી કે મારા પરિવાર સામે કોઈ ચાર્જશીટ નથી.

આજે સુનાવણી માટે મારા કેસનું લિસ્ટિંગ થયું નથી. મને અને મારા દીકરા કાર્તિને ફસાવવામાં આવી રહ્યા છે. લોકતંત્રનો પાયો આઝાદી છે, જો મારે જિંદગી અને આઝાદી વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું આઝાદી પસંદ કરીશ.


આટલા કલાકથી ક્યાં ગુમ હતા? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું રાતથી વકીલો સાથે દસ્તાવેજો તૈયાર કરી રહ્યો હતો.  કોન્ફરન્સમાં કપિલ સિબ્બલલ, ગુલામ નબી આઝાદ, અભિષેક મનુ સિંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.


પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને INX મીડિયા કેસમાં દિલ્હી હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ લાપતા થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત મળી નહોતી. સીબીઆઈ તેમને શોધવા ગઈકાલે ત્રણ વખત તેમના ઘરે ગઈ હતી.


‘બિકિની એરલાઈન’ ભારતમાં શરૂ કરશે સર્વિસ, ટિકિટની કિંમત જાણીને આંખો પર નહીં થાય વિશ્વાસ