મુંબઈ: બોલિવૂડ અભિનેતા આમિર ખાન છેલ્લા કેટલાંક સમયથી તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ને લઈને ચર્ચામાં રહે છે. હાલ આમિર ખાન પંજાબની અલગ-અલગ ગલીઓમાં ફિલ્મનું શૂટિંગ કરતો જોવા મળે છે. આ દરમિયાન પંજાબી અભિનેતા ગિપ્પી ગ્રેવાલે કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં આમિર ગિપ્પીના પુત્ર સાથે જોવા મળ્યો હતો. જેની તસવીરો હાલ વાયરલ થઈ હતી.

શૂટિંગ દરમિયાન ખેતરોમાં ક્લિક કરવામાં આવેલી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આમિર ખાને કોને તેડ્યો છે તે ચારેય બાજુ તેની જ ચર્ચા થઈ રહી છે. આમિર ગિપ્પીના પુત્ર ગુરબાઝને તેડીને તેને રમાડી રહ્યો છે અને ગુરબાઝ પણ આમીર સાથે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર બસ થોડાં જ સમયમાં લાખો લોકોએ આ તસવીરોને લાઈક કરી હતી. આમિરે આ તસવીરોમાં બ્લુ સ્ટ્રાઇપ વાળુ ટીશર્ટ પહેર્યુ છે. આમિરનો લુક તમે બિલ્કુલ બદલાયેલો જોઈ શકો છો.