આમિર ખાનનો 'પડછાયો' કહેવાતા ખાસ વ્યક્તિનું મોત, પત્ની સાથે અંતિમ દર્શન કરી પરિવારને આપી સાંત્વના, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 May 2020 02:24 PM (IST)
આમોસ આમિરનો પર્સનલ કે સ્પોટ બોય નહીં પરંતુ પરિવારના સભ્ય જેવો હતો. છેલ્લા 25 વર્ષમાંથી માત્ર ચાર વર્ષ તેણે આમિર સાથે કામ કર્યુ નહોતું.
મુંબઈઃ આમિર ખાનના એકદમ નજીક માનવામાં આવતા વ્યક્તિ આમોસનું નિધન થયું છે. 60 વર્ષીય આમોસ છેલ્લા 25 વર્ષથી આમિર ખાન સાથે જોડાયેલા હતા. તેને આમિર ખાનનો પડછાયો કહેવામાં આવતો હતો. હાર્ટ અટેકના કારણે તેનું મુંબઈમાં નિધન થયું હતું. આમોસ આમિરનો પર્સનલ કે સ્પોટ બોય નહીં પરંતુ પરિવારના સભ્ય જેવો હતો. છેલ્લા 25 વર્ષમાંથી માત્ર ચાર વર્ષ તેણે આમિર સાથે કામ કર્યુ નહોતું. કારણકે આ ચાર વર્ષ દરમિયાન આમિરે કોઈ ફિલ્મમાં કામ નહોતું કર્યું. આ દરમિયાન આમિર ખાને રાની મુખર્જીને કહીને આમોસને તેની સાથે કામ પર લગાવ્યો હતો. પરંતુ બાદમાં મોકો મળતાં જ આમોસ ફરી એક વખત આમિર સાથે જોડાઈ ગયો હતો. આમોસના નિધનના સમાચાર સાંભળી તે પત્ની કિરણ રાવ સાથે મળી તેના અંતિમ દર્શન કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન આમિર શોકમગ્ન હતો અને તેણે પત્ની કિરણ સાથે મળીને આમોસના પરિવારને સાંત્વના આપી હતી. (તસવીરઃ માનવ મંગલાની)