લોકસભા ચૂંટણી 2019ના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન બાદ કેટલાંક રાજનેતાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલમાં કિરણ ખેરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ રોડ પર ચાલતાં-ચાલતાં પડી ગયા હતાં.

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કિરણ ખેરને મીડિયાએ ઘેરી લીધા હતા પણ બેલેન્સ બગડી જતાં તેઓ ધડામ દઈને નીચે પડી ગયા હતાં. કિરણ ખેર નીચે પડી જતાં જ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા.


જોકે એક વ્યક્તિએ તેમને ઉભા કરી દીધા હતાં. કિરણ ખેર નીચે પડ્યાં બાદ ઉઠવાનો પ્રયાસ કર્યો હતો અને સંતુલન મેળવ્યા બાદ મીડિયા કર્મીઓને કહ્યું હતું કે, પ્લીઝ ડોન્ટ રેકોર્ડ ઈટ. જોકે કિરણ ખેરની વિનંતી છતાં પણ તેમનો આ વીડિયો વાયરલ થઈ ગયો હતો.