તમને જણાવીએ કે, ઉર્વશી રાઉતેલા રજા દરમિયાન અલગ અલગ પ્રકારની વસ્તુઓનો અનુભવ લઈ રહી છે. આ દમરિયાન તેણે સ્કાઈ ડાઈવિંગનો અનુભવ પણ લીધો. સ્કાઈ ડાઈવિંગની તસવીર તેણે ખુદ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફેન્સ તેની તસવીરોને ખૂબ લાઈક કરી રહ્યા છે. તસવીર શેર કરતાં ઉર્વશીએ લખ્યું કે- હેપ્પીનેસનું વધુ એક વર્ષ ખુશીનું વધુ એક વર્ષ, સ્કાઈ ડાઈવનું વધુ એક વર્ષ.
ઉર્વશી રાઉતેલા મોટેભાગે પોતાની બોલ્ડ તસવીરને લઈને ચર્ચામાં રહે છે. ઉર્વશીએ બોલ્ડ અંદાજને ફેન્સ ખૂબ પસંદ કરે છે. ઉર્વશી રાઉતેલાએ બોલિવૂડમાં ફિલ્મ ધ સિંહ સાહબ ગ્રેટથી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે દિવ્યા કોસલા કુમારની ફિલ્મ સનમ રે ઓફર થઈ હતી. ઉર્વશી બોલિવૂડની અનેક ફિલ્મોમાં આઈટમ નંબર પણ કરી ચૂકી છે.