મુંબઈ: બૉલીવુડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી જાણીતા આમિર ખાનની આગામી ફિલ્મ ‘દંગલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરને જોતા કહી શકાય છે કે આમિરે હંમેશાંની જેમ આ ફિલ્મમાં જોરદાર મહેનત કરી છે. પરંતુ કંઈ શકાય છે કે ફિલ્મ દંગલ માટે આમિરે કંઈક વધારે મહેનત કરી છે, કારણ કે આ ફિલ્મમાં જવાનીથી ઘરડા થવા સુધીની ભૂમિકા તેને ફિલ્મમાં કરી છે.

ફિલ્મ ‘દગલ’ એક બાયોપિક છે, જે પહેલવાન મહાવીર સિંહ ફોગટના જીવન પર આધારિત છે. મહાવીર સિંહે તમામ વિરોધ હોવા છતાં પોતાની પુત્રીઓને કુશ્તીના દાવ-પેચ શીખવાડ્યા હતા. મહાવીર સિંહને ત્રણ પુત્રીઓમાં ગીતા, બબીતા અને વિનેશ ઈંટરનેશનલ સ્થળની રેસલર છે. ઘણી ઈંટરનેશનલ ટૂર્નામેંટમાં આ પુત્રીઓએ પોતાના નામે ઘણાં મેડલ મેળવ્યા છે. આમિરે ફિલ્મમાં મહાવીર સિંહની ભૂમિકા નિભાવી છે. તે ફિલ્મમાં જવાન અને ઘરડા એમ બન્ને લુકમાં નજરે પડશે.

આમિરે પોતાના ઈંટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ માટે મારે 90 કિલો સુધી વજન વધારવું પડ્યું હતું. અને ત્યારબાદ બહુ ટૂંકા સમયમાં વજન ઘટાડવું પડ્યું હતું. વજન ઘટાડવા માટે મારે અમેરિકા જવું પડ્યું અને ત્યાં જોરદાર મહેનત કરી હતી.

ફિલ્મ ‘દગલ’ ક્રિસમસના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. લોકો આ ફિલ્મને ખુબ લાબાં સમયથી રાહ જોઈ રહ્યા હતા. આમિર ફિલ્મમાં સાંક્ષી તંવરના અપોજિટ નજરે પડશે.