અમદાવાદઃ વર્ષ 2002ના કોમી તોફાનો સમયે મહેસાણાના સરદારપુરામાં થયેલા હત્યાકાંડ કેસમાં હાઈકોર્ટે આજે 17 આરોપીને દોષિત ઠેરવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે 17 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે 14 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ મહેસાણાની ખાસ કોર્ટે 31 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.


વર્ષ 2011માં ખાસ અદાલતે સરદારપુરા હત્યાકાંડ કેસમાં કુલ 73 આરોપીઓમાંથી 31 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારેલી છે, જ્યારે 42 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.

આ ચુકાદાની સામે એસઆઈટીએ, પીડિતોએ અને કેસમાં દોષિત ઠરેલાઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2002ના તોફાનો સમયે સરદારપુરામાં થયેલા હત્યાકાંડમાં 33 નિર્દોષ લોકોની હત્યા થઈ હતી.