અમદાવાદઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 23 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે. રાષ્ટ્રપતિનું ગાંધીનગર ખાતે આવેલા બાપુ નોલેજ વિલેજમાં એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય ભરૂચ ખાતે સેવાશ્રમ હૉસ્પિટલની મુલાકાત લેવાના છે. અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની પણ શુભેચ્છા મુલાકાત લેવાના છે. તેમજ એક હાર્ટ ઇન્સ્ટીટ્યુટનું ઉદ્ઘાટન કરશે.
રાષ્ટ્રપતિ 23 તારીખે ગુજરાત આવી પહોચશે. બપોરના 12:30 વાગે અંક્લેશ્વર સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટનું ઉદ્ધઘાટન કરશે. ત્યાર બાદ 3:45 વાગે ગાંધીનગર આવેલ બાપુ નોલેજ વિલેજમાં વિદ્યાર્થીઓને સંબોધન કરશે. ત્યાર બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની મુલાકાત લેશે.