આમિર ખાને સોશિયલ મીડિયા પર પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’થી કરીનાનો લુક શેર કર્યો છે. આ તસવીરને આમિરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. શેર કરતાં આમિરે લખ્યું, ‘પા લેને કી બેચેની, ઔર ખો દેને કા ડર...બસ ઇતના સા હૈ, જિંદગી કા શફર...હૈપી વેલેન્ટાન્સ ડે કરીના. કદાચ દરેક ફિલ્મમાં તમારી પાસે રોમાન્સ કરી શક્યો હોત, સ્વાભાવિકરૂપથી આ મારા માટે પ્રેમ હોત.’
આ તસવીરમાં કરીના અને આમિર એકબીજાને ભેટતા જોવા મળી રહ્યા છે અને આ ફોટો સાથે લાલ સિંહ ચડ્ડા આવનારી 25 ડિસેમ્બર 2020ના રોજ રીલિઝ થશે તેમ પણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે લાલ સિંહ ચડ્ડા આમીર ખાનનું ડ્રીમ ફિલ્મ છે. અને તેમની સાથે આ ફિલ્મમાં ફરી એક વાર કરીના કપૂર નજરે પડશે. આ પહેલા બંને 3 ઇડ્ય્સમાં પણ સાથે નજરે પડ્યા હતા. અને આ જોડીને તે ફિલ્મમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.