મુંબઈઃ જો તમે એવું વિચારી રહ્યા છો કે આમિર ખાન એક્ટ્રેસ કરીના કપૂર ખાનનો મનપસંદ કો સ્ટાર છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. કરીનાએ કહ્યું કે, આમિરનો તકિયો તેનો બેસ્ટ કો સ્ટાર છે. આમિરના 55માં જન્મદિવસ પર શનિવારે કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફને્સ માટે સુપરસ્ટારની એક તસવીર શેર કરી છે. તસવીરમાં આમિર એક ઉડતા પ્લેનમાં ઉંઘતા જોવા મળી રહ્યો છે અને તેનો બેસ્ટ તકિયો તેના માથા નીચે છે. તે પોતાના આ તકિયાને દરેક જગ્યાએ પોતાની સાથે લઈ જાય છે.

કરીનાએ મજાકીયા અંદાજમાં કહ્યું કે, ‘મારો બેસ્ટ કો સ્ટાર આમિર ખાનનો તકિયો છે.’

આમિર અને કરીના પોતાના આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા માટે પંજાબમાં શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલ સૂત્રોનું માનીએ તો અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે.


હાલમાં જ આમિર ખાનની કેટલીક તસવીર વાયલ થઈ હતી, જેમાં તે પંજાબી સ્ટાર ગિપ્પી ગ્રેવાલના બાળકની સાથે રમતા જોવા મળી રહ્યો હતો.

પંજાબી એક્ટર ગિપ્પી ગ્રેવાલે પોતાના સોશિયલ મીડિયા પર પોતાના દીકરાની સાથે રમી રહેલ આમિર ખાનની તસવીર શેર કરી છે. તસવીરમાં આમિર, ગિપ્પીના બાળકને ખોળામાં રમાડતા જોવા મળી રહ્યા છે. અન્ય તસવીરમાં આમિર બાળકના માથે કિસ કરતા જોવા મળી રહ્યો છે.


ફિલ્મ લાલ સિંહ ચડ્ડાની સાથે એક વખત ફરી કરીના કપૂર આમિર ખાનની સાથે જોવા મળી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના, કરણ જૌહરની પીરિયર ડ્રામા, તખ્તમાં જોવા મળશે. ફિલ્મના અન્ય કલાકોરની વાત કરીએ તો રણવીર સિંહ, વિક્કી કૌશલ, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર પણ સામેલ છે.

કરીનાનાની હાલની ફિલ્મ અંગ્રેજી મીડિયમ સિનેમાઘરોમાં રિલી થઈ ગઈ છે. ફિલ્મમાં ઈરફાન ખાન અને રાધિકા મદાન પણ મુખ્ય ભૂમિકામાં છે. અન્ય કલાકારોની વાત કરીએ તો દીપક ડોબરિયાલ, પંકજ ત્રિપાઠી, ડિંપલ કપાડિયા અને અન્ય પણ એક્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે.