નવી દિલ્હીઃ ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરના મોટા મોટા દેશોને પોતાના ભરડામાં લઇ લીધુ છે. રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં સૌથી વધુ કોરોના ઇફેક્ટિવ દેશ ચીન છે અને તેના પછી ઇટાલીનો નંબર આવે છે. અહીં અમે તમને દુનિયાના એવા સાત દેશો વિશે બતાવી રહ્યાં છે જેમાં સૌથી વધુ કોરોનાની અસર જોવા મળી છે......


રિપોર્ટનુ માનીએ તો નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 6,515 લોકોનાં મોત થઇ ચૂક્યા છે. ચીનમાં સૌથી વધુ 3213 લોકોના મોત થયા છે, બાદમાં ઇટાલીમાં 1809 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આ સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,69,415 થઈ ગઈ છે.



આ સાત દેશોમાં સૌથી વધુ ફેલાયો છે કોરોના......

ચીન
ચીન કોરોનાથી સૌથી વધુ સંક્રમિત છે, ચીનમાં કોરોથી મરનારાઓની સંખ્યા વધીને 3,199 સુધી પહોંચી ગઇ છે. જ્યારે 80 હજારથી વધુ લોકો હજુ પણ સંક્રમિત છે.

ઇટાલી
ઇટાલી આ વાયરસથી સંક્રમિત થવામાં બીજા નંબરે છે. ઇટાલીમાં 1,809 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, અને 24,747 લોકો હજુ પણ બિમાર છે.

ઇરાન
કોરોનાથી ઇરાનમાં 724 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 13,938 લોકો સંક્રમિત છે.

દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયામાં કોરોનાથી અત્યાર સુધી 75 લોકોએ જીવ ગુમાવ્યો છે, વળી 8,162 લોકો સંક્રમિત છે.

ફ્રાન્સ
કોરોનાથી ફ્રાન્સમાં મરનારાઓની સંખ્યા વધીને 127 પર પહોંચી ગઇ છે. ઉપરાંત 5,423 લોકો સંક્રમિત છે.

અમેરિકા
કોરોનાના કહેરથી અમેરિકા પણ બહાર નથી રહ્યું, અમેરિકામાં પણ કોરોનાએ અત્યાર સુધી 68 લોકોના જીવ લઇ લીધા છે. વળી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3 હજારને પાર કરી ચૂકી છે.