આમીરના જીવનમાં આવેલી આ ‘હોટ ગર્લ’ના કારણે તેનું લગ્નજીવન ખતરામાં, કિરણ રાવ કેમ ભડકી? જાણો વિગત
આમીર ખાને બે વાર લગ્ન કર્યાં છે અને પોતાની હીરોઈનો સાથેના સંબંધોના કારણે પણ તે ચર્ચાસ્પદ રહ્યો છે. મહેશ ભટ્ટની ફિલ્મ ‘ દિલ હૈ કિ માનતા નહીં’માં પૂજા ભટ્ટ હીરોઈન હતી. ફિલ્મના શૂટિંગ વખતે પોતે આમીર સાથે અનેક વાર સેક્સ માણ્યું હતું તેવું પૂજા ભટ્ટે પોતે એક ઈન્ટરવ્યૂમાં કબૂલ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’નાં એક્શન દૃશ્યો માટે મળવાના બહાને પણ તાજેતરમાં આમીર અને ફાતિમા મુંબઈની એક હોટલમાં મળ્યાં હતાં. બંનેએ કલાકો સુધી ખાનગીમાં બેઠક કરી હતી અને એ સમયે ફિલ્મ સાથે સંકળાયેલી એક પણ વ્યક્તિ હાજર નહોતી. તેના કારણે પણ બંનેના સંબંધો ભારે ચર્ચાસ્પદ બની ગયા છે.
‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ માટે શ્રદ્ધા કપૂર અને બેફિકરેની અભિનેત્રી વાણી કપૂરનાં નામ પણ ચર્ચાયાં હતાં પણ આમીરે પોતાની વગ વાપરીને ફાતિમાને લેવડાવી તેવી ચર્ચા છે. ફાતિમાને આસાનીથી મળી શકાય તે માટે આમીરે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો તેવી ચર્ચા ફિલ્મી વર્તુળોમાં ચાલી રહી છે.
આમીરના જીવનમાં આવેલી આ નવી હોટ ગર્લ ‘દંગલ ગર્લ’ ફાતિમા સના શેખ છે. આમીર સાથે ‘દંગલ’ ફિલ્મમાં કામ કર્યા બાદ ફાતિમા આમીરની એકદમ નજીક આવી ગઈ હોવાનું કહેવાય છે. બંને સતત એકબીજાને મળી રહ્યાં છે અને તાજેતરમાં મુંબઈની એક રેસ્ટોરન્ટમાં પણ બંને એકલાં સાથે જોવા મળ્યાં હતાં.
આમીર ફાતિમાની આ ખાનગી મુલાકાતની તસવીરો એક અંગ્રેજી અખબારમાં પ્રસિધ્ધ થતાં કિરણ ભડકી ઉઠી છે. બાકી હતું તે આમીર ખાને ફાતિમા સના શેખને યશરાજ ફિલ્મ્સની મેગા પ્રોઝેક્ટ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’માં લેવડાવી છે. તેના કારણે કિરણ રાવ વધારે ભડકી છે અને તેને પોતાનું લગ્નજીવન ખતરામાં લાગી રહ્યું છે.
મુંબઈઃ બોલીવુડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતો આમીર ખાન પોતાનાં પ્રેમ પ્રકરણો માટે પણ જાણીતો છે. આમિરે પહેલાં રીના સાથે લગ્ન કર્યાં હતાં અને પછી તેને ડિવોર્સ આપી તે કિરણ રાવને પરણ્યો. હવે આમીરના જીવનમાં એક નવી હોટ ગર્લ પ્રવેશી છે અને તેના કારણે આમીરની પત્નિ કિરણ રાવ ચિંતામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -