મુંબઈ: આમિર ખાનની પુત્રી ઈરા ખાન હાલમાં પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ઈરા મિશાલ કૃપલાણીને ડેટ કરી રહી છે પરંતુ ઈરાએ આ અંગે કોઈ જ ખુલાસો કર્યો નહતો. જો કે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઈરાએ કન્ફર્મ કરી દીધું છે કે તે મિશાલને ડેટ કરી રહી છે.

ઈરાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફેન્સે પુછ્યું કે શું તે રિલેશનશિપમાં છે ? ઈરાએ તેનો જવાબ એક તસ્વીર સાથે આપતા કહ્યું કે જેમાં ઈરા મિશાલને હગ કરતી જોવા મળી રહી છે. સ્ટોરીમાં ઇરાએ મિશાલને પણ ટેગ કર્યો છે.



મિશાલ મ્યૂઝિક કંપોઝર અને પ્રોડ્યૂસર છે. જેની સાથે ઇરા અનેક વખત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.


ઇરા અને મિશાલ ઘણીવાર એકબીજાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. ઈરાએ વેલેન્ટાઈન ડે પર પણ ખૂબજ ખાસ પોસ્ટ લખી હતી. તેણે વેલેન્ડાઈન ડે પર મિશાલનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં મિશાલ પિયાનો સામે બેસીને ગીત ગાતો નજર આવી રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે 22 વર્ષીય ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની પુત્રી છે. ઈરા પિતા આમિર સાથે જોવા મળે છે ખરી, પણ લાઇમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આમિરની ફિલ્મ સ્ક્રીનિંગ પર ઇરા ખાસ નજર આવે છે.