'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'માં આમિરનો લૂક આવ્યો સામે, ગધેડા પર બેઠેલો દેખાયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, ફિલ્મનુ નિર્દશન વિજય કૃષ્ણા આચાર્યએ કર્યુ છે. 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નો ટ્રેલર વીડિયો 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ વર્ષે 8 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે.
મૂવીમાં અમિતાભ બચ્ચન- ખુદાબક્શ, કેટરીના- સુરૈય, ફાતિમા સના શેખ- ઝાકિરાના રૉલમાં દેખાશે. પહેલીવાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને આમિર ખાન એકસાથે કોઇ ફિલ્મમાં દેખાશે.
આમિરના કેરેક્ટરનું નામ ફિરંગી છે. મૉશન પૉસ્ટરમાં તે અતરંગી કપડા પહેરેલો દેખાઇ રહ્યો છે. સૌથી મજેદાર વાત એ છે કે તકે ઘોડા પર નથી પણ ગધેડા પર સવાર છે. તે પહેલીવાર ઠગ્સના ગેટઅપમાં દેખાઇ રહ્યો છે. રૉલ માટે આમિરે પીયર્સિંગ કરાવ્યુ છે અને વાળ વધાર્યા છે. આમ તો આમિરના ઠગ્સ લૂકને જોતા લાગે છે કે તેનું કેરેક્ટર ખુબ મજાનું હશે.
પોતાના લૂકને શેર કરતાં આમિરે લખ્યુ છે- ''ઔર ઇ હૈ હમ, ફિરંગી મલ્લાહ. હમસે જ્યાદા નેક ઇન્સાન ઇસ ધરતી પે કહી નહીં મિલેગા આપકો. સચ્ચાઇ તો હમારા દુસરા નામ હૈ, ઔર ભરોસા હમરા કમ, દાદી કસમ !!!''
મુંબઇઃ વર્ષ 2018ની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની સ્ટારકાસ્ટના લૂકનો ખુલાસો થઇ ગયો છે. અમિતાભ બચ્ચન, ફાતિમા સના શેખ, કેટરીના કૈફ બાદ આમિર ખાનનું લૂક પણ રિલીવ કરી દેવામાં આવ્યો છે. યશરાજ ફિલ્મ્સ અને આમિરના સોશ્યલ એકાઉન્ટ પર લૂક પૉસ્ટર રજૂ કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -