આમિર ખાન ફિલ્મ માટે નથી લેતો ફી, જાણો કઈ રીતે કરે છે કમાણી....
નોંધનીય છે કે થોડા સમય પહેલા શાહરૂખ ખાને ફિલ્મ એક્ટર્સને ફી ઓછી લેવાની સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે ફિલ્મ અભિનેતાઓને ફિલ્મના નિર્માણના દ્રષ્ટિકોણથી જોતાં ફી ઓછી લેવી જોઈએ. તેનું કહેવું હતું કે જો એક્ટર ઓછી ફી લેશે તો નિર્માતા ફિલ્મના અન્ય પાસાઓ પર વધારે ખર્ચ કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમિરે જણાવ્યું કે તેણે ફિલ્મ માટે ફી લીધી તેને લાંબો સમય થઈ ગયો છે અને હવે તે ફી નથી લેતો. તેની કમાણી માત્ર ફિલ્મ કેટલું સારૂ પ્રદર્શન કરે છે તેના પર જ આધાર રાખે છે. જો તેની ફિલ્મ્સે બોક્સઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું તો તેની કમાણી વધારે હોય છે અને જો ફિલ્મ ના ચાલી તો તેની કમાણી ઓછી હોય છે.
આ દરમિયાન તેની પત્ની કિરણ રાવ પણ પણ હાજર હતી. આમિરને શાહરૂખ ખાનના એ નિવેદન વિશે પૂછવામાં આવ્યું હતું જેણે ફિલ્મ એક્ટર્સની ફી અંગે પોતાની વાત સામે રાખી હતી. આ અંગે આમિર ખાને પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
નવી દિલ્હીઃ આમિર ખાને એક્ટર્સની ફીને લઈને શાહરૂખ ખાનના નિવેદન પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેણે પોતાના જન્મદિવસના અવસર પર પોતાના ઘરે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જ્યાં તેણે આ મામલે વાત કરી. આમિરે પોતાના 53માં જન્મદિવસે ઘર પર મીડિયાને આમંત્રણ આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -