સ્વાસ્થ્યને લગતી તકલીફના કારણે અબ્દુલ્લાને થોડાં દિવસો પહેલા જ કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેના મોતનું કોરોના સાથે કોઈ કનેક્શન નથી પરંતુ ફેફસાનું કેન્સર હોવાથી તેનું મૃત્યું થયું હોવાનં જાણવા મળ્યું છે.
અબ્દુલ્લા સલમાન ખાનના પિતા સલીમ ખાનની નાની બહેનનો દીકરો હતો. આ સમાચારથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. સલમાન અને અબ્દુલ્લા સાથે ફિટનેસ ટ્રેનિંગ કરતા હતા અને બંને વચ્ચેનું બોન્ડિંગ પણ જબરદસ્ત હતું.
સલમાન ખાને અબ્દુલ્લા સાથેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે કે, તને હંમેશા પ્રેમ કરતાં રહીશું. અબ્દુલ્લાએ આમ તો આજ સુધી કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી, પરંતુ તેની સલમાન સાથે તસવીરો અને વીડિયો અવારનવાર સામે આવતા રહ્યા છે.