નવી દિલ્હીઃ કોવિડ-19 વિરુદ્ધની લડાઇમાં હવે ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર મિતાલી રાજ પણ સામેલ થઇ ગઇ છે. મિતાલી રાજે 10 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે.

મિતાલી રાજે પ્રધાનમંત્રી રાહત કોષમાં 5 લાખ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત કોષમાં 5 લાખ રૂપિયા દાન કર્યા છે. તેલંગાણા મુખ્યમંત્રી રાહત કોષમાં તેને આ રકમ આપી છે. કોરોના સામે લડવા માટે દેશના કેટલાય ખેલાડીઓએ પોતાના તરફથી મદદ કરી છે.



આ લિસ્ટમાં વિરાટ કોહલી, ધોની, સચિન તેમજ બૉક્સર મેરીકૉમ અને પીવી સિંધુ પણ સામેલ છે.



Created with GIMP