તસવીરોમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક અને આરાધ્યા નજર આવી રહ્યા છે. સાથે તસવીરમાં અભિષેકની ખાસ કેક પણ જોઈ શકાય છે.
આ કેક પર એશ્વર્યાએ અભિષેકની મનપસંદ વસ્તુઓને સ્થાન આપ્યું હતું. જેવા કે, મોબાઈલ, ફુટબોલ વગેરે. આ તસવીરો સોશિલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફેન્સે પણ અભિષેકને જન્મદિવસથી શુભેચ્છા પાઠવી હતી.
મહાનાયક અમિતાભ બચ્ચની પુત્રી શ્વેતા બચ્ચન નંદાએ પણ પોતાના ભાઈ અભિષેક બચ્ચનને જન્મ દિવસના અવસર પર બાળપણની એક જૂની તસવીર કરીને જન્મ દિવસથી શુભેચ્છા પાઠવી હતી. જો કે તે આ સેલિબ્રેશનમાં જોવા મળી નહોતી.
તસ્વીરના કેપ્શનમા શ્વેતાએ લખ્યું કે, ‘હંમેશાની જેમ વધુ એક દિવસ, બે માટે બનેલી સાઈકલ પર અમે બે’. તસવીરમાં અભિષેક મિની ટ્રેક્ટર પર બેઠો છે અને શ્વેતા તેને ધક્કો મારી રહી રહી છે.