કોને થશે નુકસાન ?
ABP News- C Voter Opinion Poll મુજબ, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીને નુકસાન થઈ શકે છે. જેનો ફાયદો ભાજપને મળી શકે છે. જોકે, આમ આદમી પાર્ટી બહુમતના આંકડા સુધી આસાનાથી પહોંચતી જોવા મળી રહી છે.
કોને કેટલી સીટો મળશે ?
એબીપી ન્યૂઝ-સી વોટરના ઓપનિયન પોલ પ્રમાણે આમ આદમી પાર્ટીને 42 થી 56, ભાજપને 10 થી 24, કોંગ્રેસને 0 થી 4 સીટ મળી શકે છે. વોટ શેર પ્રમાણે આમ આદમી પાર્ટીને 45.6%, BJPને 37.1%, કોંગ્રેસને 4.4 % અને અન્યને 12.9% વોટ શેર મળી શકે છે.
11 ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ
દિલ્હીની કુલ 70 સીટો પર 8 ફેબ્રુઆરી, 2020ના રોજ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આ વખતે દિલ્હીમાં કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. 13750 પોલિંગ સ્ટેશન બનાવાશે અને 2689 સ્થળ પર વોટિંગ થશે. 90 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થશે.
2015માં AAPને મળી 67 સીટ
ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.
લોકસભામાં ભાજપે મારી બાજી
2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.
INDvNZ: પ્રથમ વન ડેમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને દાઝ્યા પર ડામ, આ કારણે ICCએ ફટકાર્યો તોતિંગ દંડ
INDvNZ: પ્રથમ વન ડેમાં બંને ટીમમાં જોવા મળી આ સમાનતા, ક્રિકેટ ઈતિહાસની માત્ર ત્રીજી ઘટના
INDvNZ: પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની હારના આ રહ્યા કારણો, જાણો વિગતે