✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ છે 'બાહુબલી' પ્રભાસનો પરિવાર, પિતા છે ફિલ્મ નિર્માતા, સાઉથના ક્યા બે સ્ટાર છે તેના બેસ્ટ ફ્રેન્ડ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 May 2017 02:35 PM (IST)
1

મુંબઇઃ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બાહુબલી-2એ રીલિઝ થયાને અત્યાર સુધીમાં 1200 કરોડ રૂપિયા કમાણી કરી લીધી છે. ફિલ્મના હીરો પ્રભાસ સૌ કોઇ ભારતીયોના દિલોમાં રાજ કરતો થઇ ગયો છે. આ ફિલ્મની સફળતા બાદ પ્રભાસની સ્ટારડમમાં વધારો થયો છે. જોકે, બાહુબલી જોનારા દર્શકો પ્રભાસ અને તેના પરિવારથી અજાણ હશે. અહીં તમને પ્રભાસના પરિવારથી લઇને સાઉથની ઇન્ડસ્ટ્રીઝમાં તેના કોણ બેસ્ટ ફ્રેન્ડ્સ છે તેની માહિતી આપવામાં આવી છે.

2

પ્રભાસે બોલિવૂડ ફિલ્મ એક્શન જેક્શનમાં કેમિયો રોલ કર્યો હતો. જોકે,કેટલાક મીડિયા રિપોટ્સ પ્રમાણે, બોલિવૂડ ડિરેક્ટર કરણ જોહર પ્રભાસને બોલિવૂડમાં લોન્ચ કરે તેવી સંભાવના છે.

3

પ્રભાસના અનેક એક્ટ્રેસ સાથે અફેરની ચર્ચા રહી છે. બાહુબલીની એક્ટ્રેસ અનુષ્કા સાથે પણ તેનું નામ જોડાયું હતું પરંતુ પ્રભાસે અરેન્જ મેરેજ કરવાનો નિર્ણય લીધો છે.

4

પ્રભાસના પરિવારની વાત કરવામાં આવે તો તેના પિતા ઉપ્પલાપતિ સૂર્યનારાયણ રાજૂનું ફેબ્યુઆરી 2010માં નિધન થયું હતું. પ્રભાસના અંકલ ઉપ્પલાપતિ વેંકટાકૃષ્ણમ રાજૂ સાઉથના સુપરસ્ટાર હતા. પ્રભાસનું આખુ નામ પ્રભાસ રાજૂ ઉપ્પલાપાટી છે.

5

પ્રભાસ સાઉથની ઇન્ડ્રસ્ટીઝમાં મોટું નામ બની ગયો છે. સાઉથના સુપર સ્ટાર આલા અર્જુન અને ગોપીચંદ પ્રભાસના બેસ્ટ ફ્રેન્ડ્સ છે. એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રભાસ ડિસેમ્બર 2017 સુધીમાં લગ્ન કરી લે તેવી સંભાવના છે. પ્રભાસે પોતાનાથી 10 વર્ષ નાની યુવતી પસંદ કરી લીધી છે.

6

પ્રભાસ 15 વર્ષથી તેલુગુ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. પ્રભાસે પોતાના કરિયની શરૂઆત 2002માં આવેલી ઇશ્વર ફિલ્મથી કરી હતી. 2003માં પ્રભાસે ફિલ્મ રાઘવેન્દ્રમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. 2004માં વર્ષમમાં પણ તેણે કામ કર્યું. ત્યારબાદ છત્રપતિ(2005), બિલ્લા (2009), ડાલિંગ (2010), રિબેલ (2012) અને મિર્ચી (2013) જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

7

પ્રભાસનું પ્રિય હોલિડે સ્પોટ લંડન છે. તે સિવાય પ્રભાસની ફેવરિટ એક્ટ્રેસ ત્રિશા, શ્રેયા અને જયસુધા છે. પ્રભાસને બિરયાની ખૂબ પસંદ છે. પ્રભાસને ટીવી જોવું અને વોલિબોલ રમવું ખૂબ પસંદ છે. પ્રભાસની ફેવરિટ ફિલ્મ બક્થ કન્નપ્પા અને ગીતાંજલિ છે.. તે સિવાય ફેવરિટ હોલિવૂડ હિરો રોબર્ટ ડી નીરો છે, પ્રભાસને બ્લેક કલર ખૂબ પસંદ છે.

8

પ્રભાસની માતાનું નામ સિવા કુમારી છે. પ્રભાસના મોટાભાઇનું નામ પ્રમોદ ઉપ્પલાપતિ છે. તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. પ્રભાસની બહેનનું નામ પ્રગતિ છે. પ્રભાસે પ્રાથમિક શિક્ષણ આંધ્રપ્રદેશના ભીમાવરમની ડીએનઆર સ્કૂલમાંથી મેળવ્યું હતું. ઘણા ઓછા લોકો જાણે છે કે પ્રભાસે હૈદરાબાદની ચૈતન્ય સ્કૂલમાંથી બીટેક કર્યું છે. પ્રભાસ બિઝનેસમેન બનવા માંગતા હતા પરંતુ તેમના પિતાની સલાહથી એક્ટિંગમાં આવ્યા હતા.

9

પ્રભાસનો જન્મ 23 ઓક્ટોબર, 1979માં થયો હતો. પ્રભાસના પિતા ઉપ્પલાપતિ સૂર્યનારાયણ રાજૂ સાઉથના ડિરેક્ટર હતા. પ્રભાસ ત્રણ ભાઇ-બહેનોમાં સૌથી નાના છે.

  • હોમ
  • મનોરંજન
  • આ છે 'બાહુબલી' પ્રભાસનો પરિવાર, પિતા છે ફિલ્મ નિર્માતા, સાઉથના ક્યા બે સ્ટાર છે તેના બેસ્ટ ફ્રેન્ડ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.