આમિર ખાનની ‘મહાભારત’માં સાઉથનો કયો સુપર સ્ટાર કામ કરે તેવી શક્યતા, જાણો વિગત
‘મહાભારત’ સાથે ટોચના કલાકારો જોડાય તેવી વકી છે. પરંતુ હજી સુધી આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ફિલ્મમાં નવીનતા દર્શાવામાં નહીં આવે તો દર્શકોને રસ પડશે નહીં. સાઉથના સુપરસ્ટાર પ્રભાસ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાય તેવી વકી છે. જોકે તે ક્યું પાત્ર ભજવશે તેનો નિર્ણય હજી નક્કી કરવામાં આવ્યો નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે પ્રભાસને ફાળવેલું પાત્ર પડકારાત્મક હશે.
આમિર પોતે જ આ પ્રોજેક્ટનું દિગ્દર્શન કરે તેવી શક્યતા છે. જોકે આમિર હજી નિર્ણય નથી લઇ શકતો કે આ પ્રોજેક્ટને ફિલ્મ તરીકે બનાવવા તે પછી સીરિઝ તરીકે. આમિરનું માનવું છે કે, ‘મહાભારત’ની વાર્તા મોટા ભાગના લોકો જાણતા હોવાથી તેને વિવિધ રીતે બનાવવી જોઇએ.
આમિર ખાન ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ બાદ ‘મહાભારત’ પર આધારિત પ્રોજેક્ટ પર કામ કરવાની યોજના કરી રહ્યો છે. ઘણા સમય પહેલાથી આમિર આ પ્રોજેક્ટ પર વિચારી રહ્યો છે, પરંતુ હવે તેણે તેને અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. કહેવાય છે કે આ પ્રોજેક્ટ માટે એક કંપનીએ આમિરને રૂ.1000 કરોડ ફાળવી પણ દીધા છે.