મુંબઇઃ બૉલીવુડ એક્ટર અક્ષયકુમાર હવે પોતાની નવી એક ફિલ્મ લઇને આવી રહ્યો છે. હાલ સૂર્યવંશી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે અક્ષયકુમારે એક પૉસ્ટર શેર કરીને પોતાની અપકમિંગ ફિલ્મની સ્ટૉરી બતાવી છે. અક્ષયે ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે, ફિલ્મનુ ટાઇટલ બેલ બૉટમ છે.

રિપોર્ટ અનુસાર, એવુ મનાઇ રહ્યું છે કે, આ મૂવી કન્નડ ફિલ્મની રિમેક છે, વળી અક્ષયે આ વાતનો ઇનકાર કરી દીધો છે.



અક્ષય દ્વારા શેર કરવામાં આવેલી ઇમેજમાં અક્ષયનો રેટ્રૉ લૂક જોવા મળી રહ્યો છે, તે સ્ટાઇલમાં કાર ઉપર બેઠો છે, પૉસ્ટરની સાથે અક્ષયે લખ્યુ છે કે- 80ના દાયકામાં જવા માટે તૈયાર થઇ જાઓ.



રૉલર કૉસ્ટર સ્પાય રાઇડ. ફિલ્મ 22 જાન્યુઆરી, 2021 ના દિવસે રિલીઝ થવાની છે. સોર્સનુ માનીએ તો આ ફિલ્મ આ ટાઇટલ પર બનેલી કન્નડ મૂવીનુ ઓફિશિયલ એડૉપ્શન છે.


અક્ષયે કહ્યું કે આ ફિલ્મ રિમેક નથી.....
વળી, એકતરફ સુત્રો આ ફિલ્મને કન્નડ ફિલ્મની રિમેક ગણાવી રહ્યાં છે, ત્યારે અક્ષયે કહ્યું કે, આ વાત સાવ ખોટી છે. અક્ષય એક ફેનને ટ્વીટ કરીને જણાવ્યુ કે બેલ બૉટલ કોઇપણ ફિલ્મની રિમેક નથી. આ એક ઓરિજીનલ સ્ક્રીનપ્લે છે જે સત્ય ઘટનાઓ પર આધારિત છે.