મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રવિવારે સાંજે શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. આ પહેલા રાજ્યપાલે ભાજપને પૂછ્યું હતું કે સરકાર બનાવવાને લઇને શું ઇચ્છા છે. મહારાષ્ટ્રના ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું હતું કે અમારી પાસે વિધાનસભામાં એકલા સરકાર બનાવવા માટે પર્યાપ્ત સંખ્યા નથી અને એવામાં પાર્ટી એકલા સરકાર નહી બનાવી શકે. ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે શિવસેનાને જનાદેશનું અપમાન કર્યું છે.


કોંગ્રેસ અને શિવસેનાએ તેમના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. કોંગ્રેસે કહ્યું કે શિવસેના સાથે તેઓ નહીં જાય. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું- પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મુખ્યમંત્રી શિવસેનાનો હશે. જો તેમણે કહ્યું છે તો કોઇ પણ કિંમતે મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.

ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 105 બેઠકો પર જીત મેળવી હતી. 288 સદસ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતનો આંકડો 145 છે. ભાજપની સહયોગી શિવસેનાએ 56 બેઠકો પર જીત મેળવી છે.