નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યની કૉલેજ અને યુનિવર્સિટીમાં મોબાઈલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉત્તર પ્રદેશની ઉચ્ચ શિક્ષણ વિભાગે કૉલેજમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવવા સંબંધિત સરક્યૂલર જાહેર કર્યો છે. તેના અનુસાર રાજ્યની કોઈ પણ યુનિવર્સિટીમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં શિક્ષકો પણ સ્માર્ટફોન લઈને પ્રવેશ કરી શકશે નહીં.


સરકારે તમામ સરકારી અને સરકાર માન્ય સંસ્થામાં પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ મામલે ડાયરેક્ટરેટ ઓફ હાયર એજ્યુકેશે સરક્યૂલર જાહેર કર્યું છે. એવું માનવામાં આવે છે આ નવા નિયમ બાદ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવશે. આ પ્રતિબંધ માત્ર મોબાઈલ પર જ નહીં પણ તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ પર લગાવાયો છે.

ઉલ્લેખનીય આ નિર્ણ ય કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસનો માહોલ વધારવા માટે લેવામાં આવ્યો છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટા ભાગનો સમય મોબાઈલ પાછળ વ્યર્થ કરે છે જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે.