નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા અહેવાલ હતા કે એક્ટર અંગદ બેદી પોતાના આગાી વેબ શો ‘મમભાઈ’માં સીનિયર પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવવના છે. આ વેબ સીરીઝના શૂટિંગ દરમિયાન એક્ટર ઇજાગ્રસ્તથઈ ગયો. ઇજાગ્રસ્ત થયા બાહ અંગદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન તેને ઇચા થઈ હતી. અંગને મુંબઈની એક હોસ્પિટલમાં ઢીંચણની સર્જી કરાવવી પડી. સર્જરી પહેલા તેની પત્ની નેહા ધૂપિયાએ એક વીડિયો બનાવ્યો, જેમાંતે અંગદને મોટિવેટ કરતી જોવા મળી રહી છે.


ઇન્સ્ટાગ્રામ પર આવીડિયોને શેર કરતાં અંગદે લખ્યું, ‘આ હું છું, મારા ઢીંચણની સર્જરીની થોડી મિનિટ પહેલા. મને લાગે છે કે ગભરામણને કારણે હું વધારે બોલી રહ્યો છું. મારી પત્ની (જેને એ વાતની જરાય ખબર નથી કે ક્યા ઢીંચણની સર્જરી થવાની છે) દ્વારા આ વીડિયોને કેપ્ચર કરવામાં આવી રહ્યો છે. પરંતુ હું તેને ખૂબ જ પ્રેમ કરું છું અને વધારે જાણકારી માટે સાથે જોડાયેલ રહો, બીજા પણ વીડિયો પોસ્ટ કરતો રહીશ. જો દર્દનથી નહીં મરું તો.’

નેહા વીડિયોમાં અંગદને એ પૂછતા જોવા મળી રહી છે કે તે શું ખાશે, જેના પર અંગદ કહે છે, ‘મેં આઠ કલાકથી કંઈ ખાધું નથી.’ નેહા તેના  જવાબમાં કહે છે, ‘આ સૌથી લાંબો સમય હસે જ્યારે તું કંઈપણ ખાધા વગર રહ્યો હોઈશ.’

‘મમભાઈ’ ઉપરાંત અંગદ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં પણ જોવા મળશે.