નવી દિલ્હીઃ પંડિત જવાહર લાલ નેહરુની કેબિનેટમાં સરદાર પટેલને સામેલ કરવાને લઈ વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, વીપી મેનની બાયોગ્રાફીથી ખબર પડે છે કે, દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ સરદાર પટેલને તેમની કેબિનેટમાં નહોતા ઈચ્છતા. એક બાદ એક ટ્વિટ કરીને એસ જયશંકરે કહ્યું, નેહરુએ પટેલનું નામ પ્રારંભિક કેબિનેટ લિસ્ટમાંથી હટાવી દીધું હતું અને તે ચર્ચાનો વિષય હતો.


નારાયણી બસુ દ્વારા લખવામાં આવેલા વીપી મેનના જીવનચરિત્ર ‘વીપી મેનનઃ ધ અનસંગ આર્કિટેક્ટ ઓફ મોર્ડન ઈન્ડિયા’ના લોકાર્પણ કરતી વખતે જયશંકરે આમ કહ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, ભૂતકાળની રાજનીતિનો ઈતિહાસ લખવા માટે ઈમાનદારી જોઈએ.


એસ જયશંકરે ટવિટ કરીને કહ્યું, નારાયણી બસુ દ્વારા લિખિત વીપી મેનના જીવનચરિત્રનું લોકાર્પણ કર્યું. સરદાર પટેલના મેનન અને નેહરુના મેનનમાં ઘણો વિરોધાભાસ છે.  જ્યારે સરદાર પટેલનું મોત થયું ત્યારે તેમની સ્મૃતિઓને નાશ કરવા માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવ્યું. હું આ જાણું છું. કારણકે મેં જોયું છે અને ખુદ શિકાર બન્યો છું તેમ મેનના પુસ્તકમાં ઉલ્લેખ છે.

કોણ હતા વીપી મેનન

વીપી મેનનનું પૂરું નામ વાપ્પલા પંગુન્નિ મેનન હતું. તેઓ ભારતના અંતિમ ત્રણ વાઇસરોયના બંધારણીય સલાહકાર  હતા. ભારતના ભાગલા સમયે અને તે પછી રાજકીય એકીકરણમાં તેમની મહત્વની ભૂમિકા હતી. બાદમાં તેઓ સ્વતંત્ર પાર્ટીના સભ્ય બન્યા હતા. મેનને જ જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને માઉન્ટ બેટનને મોહમ્મદ અલી જિન્નાની માંગના હિસાબે ભાગલાનો પ્રસ્તાવ રાખ્યો હતો. મેનનની કુશળતાથી સરદાર પટેલ ઘણા પ્રભાવિત હતા. સરદારની સાથે મેનનને ગાઢ સંબંધ હતો.

બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઇનરનું અવસાન, પ્રિયંકાએ ગ્રેમી એવોર્ડ્સમાં પહેરેલા ડ્રેસની કરી હતી ટીકા

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રક-બસની ટક્કર, 14નાં મોત, 31 ઘાયલ

કોરોના બાદ વધુ એક રહસ્યમય વાયરસ આવ્યો સામે, વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ