નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ડર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસ ચીનમાં 1100થી વધારે લોકોનો જીવ લઈ ચુક્યો છે. વિશ્વભરમાં કોરોનાના કહેર વચ્ચે એક નવા રહસ્યમય વાયરસની પ્રથમ વખત ખબર પડી છે. આ વાયરસનું નામ Yaravirus છે. બ્રાઝીલના વૈજ્ઞાનિકો આ વાયરસ પહેલા કયારેય કોઈ વાયરસને મળતો આવતો નહોતો તેમ જાણ્યા બાદ દંગ રહી ગયા હતા. યારાવાયરસના 90 ટકા જીન પહેલા ક્યારેય જોવા મળ્યા નથી.
ક્યાંથી મળ્યો વાયરસ
ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરી2020માં આ વાયરસની ઓળખ થઈ હતી. બ્રાઝીલના એક કૃતિમ તળાવમાં વૈજ્ઞાનિકોને આ વાયરસ મળ્યો હતો. જેમાં કુલ 74 જીન હતા. બ્રાઝીલની ફેડરલ યુનિવર્સિટીના મિનાસ ગેઇરાસના જણાવ્યા મુજબ, હાલ આ વાયરસથી કોઈ જાતનો ખતરો નથી. આ વાયરસ માત્ર અમીબા વચ્ચે જ રહે છે અને લોકોમાં સંક્રમિત થતો નથી.
કોરોના વાયરસનું નામ બદલવામાં આવ્યું
કોરોના વાયરસનું નામ બદલીને હવે COVID-19 રાખવામાં આવ્યું છે. ડિસેમ્બર 2019માં આ વાયરસ મળ્યો હતો. આ વાયરસનો ચેપ 44 હજારથી વધારે લોકોને લાગી ચુક્યો છે.
આ દરમિયાન જાપાનના ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાં ફસાયેલા ભારતીયોને લઈ માઠા સમાચાર આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ક્રૂઝમાં ફસાયેલા ભારતીયો પૈકી બે લોકોના રિપોર્ટ પોઝેટિવ આવ્યા છે. બે દિવસ પહેલા ક્રૂઝના ક્રૂ મેમ્બર ટીમમાં શેફની જવાબદારી સંભાળી રહેલા બિનય કુમાર સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ શક્ય તેટલા વહેલા અહીંથી નીકાળવાની વિનંતી કરી રહ્યા હતા.
કોરોના વાયરસઃ જાપાનના ક્રૂઝમાં ફસાયેલા 2 ભારતીયોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, જાણો વિગત
આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રક-બસની ટક્કર, 14નાં મોત, 31 ઘાયલ
બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઇનરનું અવસાન, પ્રિયંકાએ ગ્રેમી એવોર્ડ્સમાં પહેરેલા ડ્રેસની કરી હતી ટીકા
કોરોના બાદ વધુ એક રહસ્યમય વાયરસ આવ્યો સામે, વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2020 08:29 AM (IST)
ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરી2020માં આ વાયરસની ઓળખ થઈ હતી. બ્રાઝીલના એક કૃતિમ તળાવમાં વૈજ્ઞાનિકોને આ વાયરસ મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -